Wednesday, December 9, 2009

અશ્વિનકુમાર ચૌહાણ પીએચ.ડી. થયા
ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગના વ્યાખ્યાતા અશ્વિનકુમાર ડાહ્યાભાઈ ચૌહાણને ગૂજરાત વિદ્યાપીઠે વિદ્યાવાચસ્પતિ(પીએચ.ડી.)ની પદવી એનાયત કરી છે. તેમના મહા નિબંધનું શીર્ષક 'પત્રકાર ગાંધીજીનાં લખાણોમાં પ્રતિબિંબિત માનવ અધિકાર (અસ્પૃશ્યતાનિવારણના વિશેષ સંદર્ભે)' છે.તેમણે ડૉ. રઘુવીર ચૌધરી(પૂર્વ પ્રમુખ,ગુજરાતી સાહિત્ય પરિષદ;પૂર્વ અધ્યક્ષ,પત્રકારત્વ વિભાગ,ગુજરાત યુનિવર્સિટી;પૂર્વ સભ્ય,ભારતીય અખબારી પરિષદ)ના માર્ગદર્શન હેઠળ આ સંશોધનકાર્ય સંપન્ન કર્યું છે.

1 comment:

  1. સર!તમારું પી.એચ.ડી.નું પુસ્તક જલ્દી આવે તેવી આશા છે. તમારું ગાંધીજી વિશે જે અધ્યયન હતું તે કારણે તે વાંચવાની ખૂબ જ આતુરતા છે. - ભરત ગાંગાણી

    ReplyDelete